જામનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા પૂર્વ ડેપ્રયુટી મેયર અને સતવારા સમાજના અગ્રણી મનસુખભાઇ ખાણધરના જન્મદિવસ નિમિતે સ્વ. ઓધવજીભાઇ હરજીભાઇ ખાણધર પરિવાર દ્વારા ગઇકાલે સાંજે શહેરના ગુલાબનગર નજીક આવેલ સિન્ડીકેટ સોસાયટી શેરી નં. રમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રકતદાન કેમ્પમાં એકત્ર થયેલ રકત જામનગરની જી.જી. હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં મનસુખભાઇ ખાણધર દ્વારા રકતદાન કરી જન્મદિવસની સેવા કાર્ય થકી ઉજવણી કરી હતી. આ તકે મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, પૂર્વ મંત્રી હકુભાના પુત્ર જગદીશસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, અશોકભાઇ નંદા, મુકેશભાઇ દાસાણી, હસમુખભાઇ હિંડોચા ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રમેશભાઇ કંસારા, રણજીતભાઇ મારફતિયા, પ્રવિણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. મનસુખભાઇ ખાણધર દ્વારા તેમના જીવનમાં 117મી વખત રકતદાન કર્યું હતું. તેમજ આ રકતદાન કેમ્પમાં કુલ 80 બોટલ રકત એકત્ર થયું હતું જેને જી.જી. હોસ્પિટલમાં અર્પણ કરાયું હતુ.