Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : કરોડોની વિકાસ ગ્રાન્ટ મેળવવા સ્માર્ટ સિટી સર્વેમાં ભાગ લ્યો :...

Video : કરોડોની વિકાસ ગ્રાન્ટ મેળવવા સ્માર્ટ સિટી સર્વેમાં ભાગ લ્યો : મેયર

મેયર, કમિશનર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારી, પદાધિકારીઓએ ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ-20રર સર્વેમાં વધુમાં વધુ શહેરીજનોને જોડાવવા કરી અપીલ

- Advertisement -

જામનગર શહેરનો સ્માર્ટ સિટી તરીકેની વિકાસ યોજનામાં સમાવેશ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ભાગ લેવા શહેરના મેયર બિનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી તેમજ પદાધિકારીઓએ અપીલ કરી છે.

- Advertisement -

ભારત સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ વિભાગ દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ ર022 અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં દેશભરમાંથી કુલ 266 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર શહેરનો પણ સમાવેશ થાય છે. બે ભાગમાં વહેેંચાયેલા આ સર્વેના પ્રથમ તબકકામાં શહેરનો સંબંધિત ડેટા બેઇઝ પોર્ટલ દ્વારા સબમિટ કરી દેવામાં આવ્યો છે. જામનગર મહાપાલિકા દ્વારા જુદા-જુદા 11 વિભાગોની માહિતી આ ફોર્મેટમાં આપવામાં આવી છે. જયારે બીજા તબકકામાં શહેરીજનોનો ઇઝ ઓફ લિવીંગ અગેનો અભિપ્રાય ઓનલાઇન સર્વે દ્વારા માંગવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય, પાણી, સફાઇ, આવાસ, રસ્તા, સ્વચ્છતા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સર્વેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી માટે પસંદ પામેલા શહેરોનું લીસ્ટ જાહેર કરવામાં આવશે.

- Advertisement -

શહેરના મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ સર્વેના આધારે શહેરને સ્માર્ટ સિટી યોજનામાં પ્રવેશ મળી શકે છે. તેમજ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ થઇ શકે છે. ત્યારે શહેરના વધુમાં વધુ લોકો આ સર્વેમાં ભાગ લઇ પોતાનો અભિપ્રાય આપે તે માટે અપીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ પણ ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ ર0રર સર્વેમાં જામનગરને નંબર વન બનાવવા શહેરીજનોને અપીલ કરી છે.
ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ ફીડબેક આપવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો : સર્વ પ્રથમ આ સાથે સામેલ લીંક/કયુઆર કોડ સ્કેન કરશો.https://eol2022.org/citizenfeedback%

સૌ પ્રથમ ભાષા પસંદ કરી અને વ્યકિતગત પ્રાથમિક માહિતી દાખલ કરી જામનગર શહેર માટે (યુએલબી) કોડ નંબર 802516 અચુક દાખલ કરવો. ત્યારબાદ જામનગર શહેરમાં આપને મળતી પ્રાથમિક સવલતો અન્વયે 17 પ્રશ્ર્નો અંગે કોઇપણ એક વિકલ્પ પસંદ કરીને ફીડબેક આપવાનો રહેશે. ફીડબેક આપ્યા બાદ સબમિટ પર કિલ કરવાથી તુરંત જ કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત્ત પ્રમાણપત્ર આપ ડાઉનલોડ કરી શકશો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular