જામનગરએ ક્રિકેટ ક્ષેત્રે અનેક દિગ્જ્જો વિશ્વક્ક્ષાએ આપ્યા છે. વિશ્વક્ક્ષાએ જામનગરનું ગૌરવ વધારનાર રવિન્દ્ર જાડેજાએ ગઇકાલે જામનગર શહેરમાં જનતા ફાટક પાસે આવેલ આશાપુરા સ્પોર્ટસની મુલાકાત લીધી હતી અને ક્રિકેટ ફ્રેન્સને ઓટોગ્રાફસ પણ આપ્યા હતાં.
ભારતમાં સૌથી વધારે રમત-ગમતમાં ક્રિકેટનો ક્રેસ વધુ જોવા મળતો હોય છે. જામનગર શહેરમાંથી વિશ્વક્ક્ષાએ ક્રિકેટનું નામ રોશન થયું છે. જામનગરનું ગૌરવ અને ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વિશ્વક્ક્ષાએ જામનગરનું પ્રતિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ ગઇકાલે જામનગર શહેરના જનતા ફાટક પાછા આવેલ પીસીસી ગ્રુપના બાલકૃષ્ણ જાડેજાના આશાપુરા સ્પોર્ટસની મુલાકાત લીધી હતી. આ તકે તેણે વિવિધ સ્પોર્ટસના સાધનો નિહાળ્યા હતાં અને ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતાં.