Friday, December 5, 2025
Homeરાજ્યજામખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળી ઉતારવામાં નહીં આવે

જામખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળી ઉતારવામાં નહીં આવે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટા તથા સુવ્યવસ્થિત રીતે ચાલતા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં હાલ શિયાળુ જણસની વ્યાપક પ્રમાણમાં આવક થઈ રહી છે. આ વખતે મગફળીનો મતલબ પાક ઉતર્યો હોય, અહીંના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા આજરોજ બુધવારે સાંજથી બીજી સુચના ન અપાય ત્યાં સુધી મગફળીની ઉતરાય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉપરાંત કપાસની પણ વિપુલ પ્રમાણમાં આવક છે. જેમાં ગઈકાલે 322 ક્વિન્ટલ આવક થઈ હતી. આ સાથે ચણા, સોયાબીન, સીંગદાણા, અડદ અને મગની પણ અહીંના યાર્ડમાં નિયમિત આવક થાય છે. હાલ સૌથી વધુ આવક મગફળી અને કપાસની છે તેમ યાર્ડના સેક્રેટરી ભાવેશ જોગલની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular