Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા સમિક્ષા બેઠક યોજાઇ

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા સમિક્ષા બેઠક યોજાઇ

વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી મેળવતાં ઓબ્ઝર્વર

- Advertisement -

ભારતના ચૂંટણી પંચ દ્વારા જામનગર ખાતે નિમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર એ.એ.દામોદર તથા પી.ડી.સાલુંખે દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સમીક્ષા કરી હતી.

- Advertisement -

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર વાર હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી જેમાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં અલગ અલગ પ્રકારના ખર્ચ ઓબ્ઝર્વર અંતર્ગત કામ કરતા વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી આપવામાં આવી હતી. CVIGIL એપ્લિકેશન પર આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદ કરવામાં આવશે તો આગામી 100 મિનિટમાં આ ફરિયાદ પરત્વે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તેનો નિકાલ લાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

બેઠકમાં ઓબ્ઝર્વરએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ તે જરૂરી છે. આ તકે ઓબ્ઝર્વરએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલો ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular