ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના વર્ષ 2022-23 તથા 2023-24ના બે વર્ષ માટે જામનગર શહેરના 32 પ્રતિનિધીઓની ચુંટણીમાં હાલારી વિશા ઓશવાળ સમાજના ચુંટણીપંચ ધ્વારા ગત તા.18-9-2022ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 32 પ્રતિનિધીત્વના ઉમેદવારોની જંગમાં વર્તમાન સતાધારી નવચેતન પેનલ અને ક્રાંતિકારી પેનલ તેમ બે પેનલોના ઉમેદવારોની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં ક્રાંતિકારી પેનલના તમામ 32 ઉમેદવારોનો ઐતિહાસીક જંગી બહુમત સાથે વિજયધોશ જાહેર કરવામાં આવેલ છે જે બદલ ક્રાંતિકારી પેનલ ધ્વારા તમામ મતદાતાઓનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અહી ઉલ્લેખનીય છે મુંબઈ વિભાગના 130 પ્રતિનિધીઓની ચુંટણી આગામી તા.23-9-2022ના રોજ ભીવંડી મુકામે તથા તા.2પ-9-2022ના રોજ મુંબઈ મુકામે ચૂંટણીનો શંખનાંદ સંભળાઈ રહયો છે જેમાં વર્તમાન સતાધારી નવચેતન પેનલના 130 અને ક્રાંતિકારી પેનલના 130 તેમ કુલ મળી 260 પ્રતિનિધી પદ માટેની ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે.
સંઘના પ્રતિનિધીની ક્રાંતિકારી પેનલ દ્વારા જામનગરની ચૂંટણીમાં ડબલ એન્જિન સરકારના સુચારૂ વહીવટના નારા સાથે અનુભવી કાર્યર્ક્તા, હાઈ ક્વોલીફાઈ યુવાનો અને આ સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણ મહીલાઓને અગ્રતા આપી ચૂંટણી મેદાનમાં ઉતારેલા જેમાં જામનગર શહેરના ક્રાંતિકારી પેનલના તમામ 32 ઉમેદવારોએ જંગી બહુમત મેળવ્યા બાદ હવે મુંબઈ વિભાગમાં પણ જંગી વિજય મેળવવાના નિર્ધાર સાથે પ્રતિનિધીઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ સંસ્થાનાપદાધીકારીઓની વરણી કરવામાં આવશે.