Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નિવૃત આર્મી મેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી

જામનગરમાં નિવૃત આર્મી મેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી

- Advertisement -

આ કેસની હક્કિત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને આર્મીમાં નિવૃત થયેલ કાનાભાઈ રાજાભાઈ ચાવડા અને જામનગરમાં કંન્ટ્રકશનનું કામકાજ કરતા દિવ્યેશભાઈ હમીરભાઈ વારોતરીયા વચ્ચે મિત્રતાનો સંબંધ હોય અને આરોપી દિવ્યેશભાઈને પોતાના ધંધા માટે નાણાની જરૂરીયાત પડતા ફરીયાદી પાસેથી તબકકા વાર હાથ ઉછીની 2કમની માંગણી કરેલ, જે 2કમ ફરીયાદીએ મિત્રતાના નાતે મદદરૂપ થવાના આશયથી પોતાની નોકરી પુર્ણ થયેલ હોય અને તેમનું જે ભંડોળ આવેલ હતું તેમની કટકે કટકે આરોપીને 25 લાખ 80 હજાર જેવી રકમ હાથ ઉછીની આપેલી, અને આ 2કમની પરત ચુકવણી માટે આરોપીએ તેમના ખાતાનો ફરીયાદીને ચેક આપેલ અને આ ચેક ફરીયાદીએ મુદત તારીખે તેમના ખાતામાં જમાં કરાવતા આ ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. અને ત્યારબાદ દિવ્યેશભાઇએ યોગ્ય જવાબ નહીં આપતાં વકીલ મારફત નોટીસ ફટકારી હોવા છતાં રકમ ચુકવી ન હોવાથી ફરીયાદીએ જામનગરની સ્પેશ્યલ નેગોશ્યેબલ કોર્ટમાં આરોપી દિવ્યેશભાઈ હમીરભાઈ વારોતરીયા સામે ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરીયાદ દાખલ કરેલ જેમાં અદાલતે આરોપીને કોર્ટમાં હાજ2 થવા માટે ફ2માન કરેલ છે. આ કેસમાં ફરીયાદી કાનાભાઈ રાજાભાઈ ચાવડા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા અને આસી, નિતેશ મુછડીયા 2ોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular