Friday, January 10, 2025
Homeરાજ્યખંભાળિયામાં રાત્રિ દરમિયાન પોણો ઈંચ વરસાદ વરસ્યો

ખંભાળિયામાં રાત્રિ દરમિયાન પોણો ઈંચ વરસાદ વરસ્યો

વીજ વિક્ષેપથી નગરજનો હાલાકીમાં મુકાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ મહદ અંશે આખો દિવસ મેઘવિરામ રહ્યા બાદ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકામાં રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસી હતો.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ગઈકાલે આખો દિવસ બફારો રહ્યા બાદ રાત્રીના સમયે પુન: વીજળીના ચમકારા સાથે આશરે સાડા નવેક વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત અડધો કલાક ધોધમાર વરસ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે પોણો ઈંચ (19 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ અડધો ઈંચ (12 મી.મી.) વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાણવડ તાલુકામાં ગઈકાલે માત્ર એક મીલીમીટર વરસાદ નોંધાયો છે.

આ સાથે ખંભાળિયામાં મોસમનો ફુલ વરસાદ 40 ઈંચ, કલ્યાણપુરમાં 28 ઈંચ, દ્વારકામાં 28 ઈંચ અને ભાણવડમાં 18 ઈંચ થયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99 ટકા વરસી ગયો છે.

- Advertisement -

ખંભાળિયામાં ગતરાત્રિના વરસાદના પગલે રાબેતા મુજબ લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા. નગરજનોમાં વીજતંત્ર સામે કચવાટની લાગણી જોવા મળી હતી. આજે સવારથી વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular