Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી

ખંભાળિયામાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી

ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા

- Advertisement -

ખંભાળિયા શહેરમાં રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વર્ષ 2018માં મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. આ અંગે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એક રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા રૂા. 37 કરોડની ફાળવણી કરી સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક છે. આ શહેરથી જામનગર તરફ નજીકમાં જ બે મહાકાય ઓઇલ રિફાઇનરી તથા તેના અનુસંગીક અન્ય ઉદ્યોગો તેમજ બીજી તરફ સુપ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા તથા હરસિધ્ધી માતાનું મંદિર આવેલું છે. આખા ભારત દેશમાંથી રેલવે મારફત જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ રેલવે ખંભાળિયાથી પસાર થાય છે તથા ઉપરોક્ત દર્શાવેલ ઔદ્યોગિક એકમો માટે માલગાડીઓ પણ ખંભાળિયાથી પસાર થતી હોય છે. જેના કારણે ખંભાળિયા શહેરમાં આવેલ રેલવે ફાટક વારંવાર બંધ રહે છે. જેથી કરીને ખંભાળિયા નગરજનોને કોઇપણ સ્થળે સમયસર પહોંચવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.
વર્ષ 2017માં ડિસેમ્બર મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ ખંભાળિયા નગરજનોની મુશ્કેલીઓને દૂર કરવા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રીને તા. 8-1-2018ના રોજ પત્ર લખી ખંભાળિયા શહેરના બન્ને રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી હતી તથા વારંવાર પત્રવ્યવહારથી રજૂઆત કરી હતી.
તત્કાલિક મુખ્યમંત્રી દ્વારા આ ઓવરબ્રિજની કામગીરી માટે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. તથા નગરપાલિકાની સાથે રહી કામ હાથ ધરવા જણાવ્યું હતું.

હાલ, રાજ્ય સરકાર દ્વારા આ એક રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા રૂા. 37 કરોડ ફાળવી સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઓવરબ્રિજનું કામ ટૂંકસમયમાં શરુ થઇ જશે. આ ઓવરબ્રિજ મંજૂર થતાં ખંભાળિયા શહેરીજનોમાં હર્ષની લાગણી થયેલ છે અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા બીજા ઓવરબ્રિજ માટે પણ રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખી ફરી રજૂઆત પણ કરી છે. તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular