Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરેલવેએ એક સાથે 40,000 નોકરીઓ કાપી નાખી

રેલવેએ એક સાથે 40,000 નોકરીઓ કાપી નાખી

રેલવે બોર્ડના નિર્ણયથી રેલમંત્રાલય અને રેલ યુનિયનો વચ્ચે ઉભું થશે ઘર્ષણ

- Advertisement -

કેન્દ્રિય રેલ મંત્રાલયના રેલવે બોર્ડ દ્વારા ભારતીય રેલમાં નોન સેફ્ટી કેટેગરીમાં ખાલી પડેલી હજારો જગ્યાઓમાંથી 50 ટકા જગ્યા સરન્ડર કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડના આ નિર્ણય સામે ભારે વિરોધ ઉભો થયો છે. અગામી દિવસોમાં રેલ મંત્રાલય અને રેલ યુનિયનો વચ્ચે ઘર્ષણ ઉભુ થશે એવો માહોલ સર્જાયો છે.

- Advertisement -

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન (એનએફઆઇઆર)ના જનરલ સેક્રેટરી ડો.એમ.રાવઘવૈયાએ ગત શુક્રવારે રેલવે બોર્ડના ચેરમેન વી.કે.ત્રિપાઠીને પત્ર લખીને ચેતવણી આપી છે કે નોન સેફ્ટી શ્રેણીમાં આવતી જગ્યાઓમાં 50 ટકા મહેકમ ઘટાડવાનો જે નિર્ણય લેવાયો છે તે અયોગ્ય છે અને તેના વિરોધમાં દેશના તમામ રેલવે સ્ટેશનો પર હડતાલ પાડવામાં આવશે. ડો.રાઘવૈયાનું કહેવુ છે કે તા.20 મે 2022ના રોજ નોન સેફ્ટી કેટેગરી અંતર્ગત આવતા વિભાગો જેમ કે કોમશયલ, એન્જિનિયરિંગ, મેડિકલ, એસ્ટાબ્લીસમેન્ટ, એકાઉન્ટ્સ, સ્ટોર્સ, કોચ ફેક્ટરીઓ, ઉત્પાદન એકમો અને વર્કશોપ મળીને હાલમાં આશરે 80,000થી વધુ જગ્યાઓ ખાલી છે જેના પર લાંબા સમયથી ભરતી કરાઇ નથી. હવે, ભરતીની વાત તા દૂર રહી, રેલવે બોર્ડે આ 80,000 જગ્યાઓમાંથી 50 ટકા જગ્યા એટલે કે 40,000 જગ્યાઓને ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી 40,000 નોકરીઓ પર સીધી અસર થશે

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણે કહ્યું હતુ કે રેલવે બોર્ડના આ નિર્ણયથી બેરોજગારીનો દર વધશે.બીજી તરફ નોન સેફ્ટી કેટેગરીમાં કામ કરતા કર્મચારીઓ પર કામનું ભારણ વધશે. રેલવે હવે ખાનગીકરણ તરફ વધી રહી છે. કર્મચારીઓની ભરતી પણ કોન્ટ્રાક્ટ પર અને આઉટ સોર્સિંગથી કરવા માગે છે. રેલવેની મિલકતો વેચવામાં આવી રહી છે. રેલવે બોર્ડના ચેરમેને એક ઝાટકે એક પત્રથી 40,000 નોકરીઓ પર કાતર ફેરવી દીધી છે.એનએફઆઇઆર તેનો વિરોધ કરે છે અને જો રેલવે બોર્ડ તેનો નિર્ણય પરત નહી લે તો દેશભરમાં ધરણા, રેલીઓ, વિરોધ પ્રદર્શનો, સૂત્રોચ્ચાર અને હડતાલ આંદોલન શરૂ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular