Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડીઝલના ભાવને લઇને પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને શું કહ્યું જાણો...

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને શું કહ્યું જાણો…

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીઓ કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના હજુ ગયો નથી. જેથી આપણે સાવધાન રહેવું જોઈએ. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવને લઇને પણ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી. અને  રાજ્યોને વેટ ઓછો કરવા માટે કહ્યું હતું.

- Advertisement -

પીએમ મોદીએ આજે કોવિડ ઉપરાંત યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ પર થયેલી અસર અંગે પણ ચર્ચા કરી હતી. અને રાજ્યોને તેમના ભાગનો ટેક્સ ઘટાડવાની અપીલ કરી છે, જેથી લોકો પરનો મોંઘવારીનો ભાર ઘટાડી શકાય. તેઓએ વધુમાં અગાઉ મેં કેટલાંક રાજ્યોને ટેક્સ ઘટાડવા અપીલ કરી હતી અને એ પછી કેટલાંક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યો હતો, જ્યારે કેટલાંક રાજ્યોએ હજી પણ ટેક્સ ઘટાડ્યો નથી. જેના પરિણામે અમુક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં મોટો તફાવત છે.

ગુજરાત અને કર્ણાટકે ટેક્સમાં ઘટાડો કર્યો છે. જો ગુજરાતે ટેક્સ ન ઘટાડ્યો હોત તો તેને પણ 3.5 હજાર કરોડથી વધુની આવક થઈ હોત. તે જ સમયે, કેટલાક રાજ્યોએ વેટ ઘટાડ્યો ન હતો અને આ સમયગાળા દરમિયાન રૂ.35,000 થી રૂ.5,000ની વધારાની આવક મેળવી હતી. માટે બીજા રાજ્યોને પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડવા અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular