ખબર-જામનગર
જામજોધપુરમાં જકાતનાકા નજીક શાકબકાલાનો વ્યાપાર કરતા યુવાનને ત્યાંથી શાકબકાલુ ભરી લેતા બે શખ્સોને ના પાડતા બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને યુવાન ઉપર લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં જનાકાતનાકા પાવરિયા પાસે શાકબકાલાનો વ્યવસાય કરતા ભૂપત વાઘેલાને ત્યાં શુક્રવારે વહેલીસવારના સમયે આરીફશા ઈબ્રાહિમશા શાહમદાર તથા યુનુસશા ઈબ્રાહિમશા શાહમદાર નામના બે શખ્સોએ આવીને શાકબકાલાના પોટલામાંથી પોતાની મરજી પ્રમાણેનું શાકબકાલુ ભરવા લાગ્યા હતાં જેથી ભૂપતે આ રીતે શાકબકાલુ ભરવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો કહ્યા હતાં. હુમલાનો ભોગ બનનાર ભૂપત દ્વારા જાણ કરાતા હેકો જી આઈ જેઠવા તથા સ્ટાફ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.