Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવિદાય લેતો કોરોના ઘાતક બન્યો, 1192ના મોત

વિદાય લેતો કોરોના ઘાતક બન્યો, 1192ના મોત

24 કલાકમાં 1,67,059 નવા કેસ નોંધાયા : મૃત્યુઆંકમાં થઈ રહ્યો છે ભયજનક વધારો, કુલ 7 દિવસમાં 5200 દર્દીના મોત

- Advertisement -

દેશમાં કોરોનાના કેસ દ્યટી રહ્યા છે પણ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી દ્યટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,67,059 નવા કેસ નોંધાયા છે અને 1192 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જયારે છેલ્લા 24 કલાકમાં 2,54,076 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા 17,43,059 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.69 ટકા છે. દેશમાં 31 જાન્યુઆરીએ 14,28,672 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

- Advertisement -

કુલ એકિટવ કેસ: 17,43,059 છે જયારે, કુલ ડિસ્ચાર્જ: 3,92,30,198 થયા છે, કુલ મૃત્યુઆંક: 4,96,242 થયો છે અત્યાર સુધીમાં કુલ રસીકરણ: 166,68,48,204 (જેમાંથી ગઈકાલે 61,45,767 ડોઝ આપવામાં આવ્યા હતા.) થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે દ્યટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. 31 જાન્યુઆરીએ દેશમાં 959 લોકોના મોત થયા છે, જયારે 25 જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ 614 મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જાન્યુઆરી 31- 959, જાન્યુઆરી 30-891, જાન્યુઆરી 29-871, જાન્યુઆરી 28 – 627, જાન્યુઆરી 27-573, 26 જાન્યુઆરી – 665, જાન્યુઆરી 25-614, કુલ 7 દિવસ – કુલ 5200 મૃત્યુ જો આ 7 દિવસના દૈનિક મૃત્યુનો સરવાળો કરીએ તો કુલ આંકડો 5 હજારથી વધુ થાય છે. જે દેશના આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકે છે. કારણકે એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ વધી રહ્યો છે. કોવિડના કેસ પણ દ્યટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular