રાજકોટ શહેરમાં સીટી બસના ચાલકની દાદાગીરીનો વિડીઓ સામે આવ્યો છે. શહેરના માલવિયા ચોક પાસે સવારે 11 વાગ્યાના સમય આસપાસ બાઈકચાલક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધ અને સીટી બસના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ત્રણ બસના ડ્રાઈવર કંડકટર ભેગા થઇને વૃદ્ધને ગાળો કાઢી રસ્તા વચ્ચે માર માર્યો હતો.
#rajkot #News #viralvideo #Khabargujarat
રાજકોટમાં સીટી બસના ચાલકની દાદાગીરીનો વિડીઓ
માલવિયા ચોક પાસે રોડ ક્રોસ કરતા બાઈકચાલક અને સિટી બસચાલક વચ્ચે બોલાચાલી
સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો આપી માર માર્યો pic.twitter.com/TXtv0xKLvh
— Khabar Gujarat (@khabargujarat) January 28, 2022
રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને માર માર્યો તે સમયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્પેક્ટર સી.જે. જોશી ત્યાંથી પસાર થતા બસ ડ્રાઈવરને પોલીસ દફતરમાં લઇ ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસ ડ્રાઈવરે જણાવ્યું હતું કે વૃદ્ધ બીજા બસ વાળાને રોકીને લપ કરતા હતા હું છુટા પડાવા ગયો અને તેઓ ગાળો બોલ્યા એટલે મારામારી થઇ હતી. આ ઘટના અંગે રાજકોટના કમિશનરે પણ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી થશે.