છેલ્લાં કેટલાક દિવસથી દેશમાં કોરોનાનું સંક્રમણ સ્થિર થયું છે. પરિણામે કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારાઓની સંખ્યા વધી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા ર,51,209 કેસ સામે 3,47,443 લોકો સાજા થયા છે. તો ગુજરાતમાં ગઇકાલે 12,911 નવા કેસ સામે 20,829 લોકો સાજા થયા છે. આ ઉપરાંત દેશમાં એકિટવ કેસની સંખ્યા પણ 22 લાખથી ઘટીને 21 લાખ પહોંચી ગઇ છે. જયારે પોઝિટિવીટી દર 20 ટકાથી ઘટીને 15.88 ટકાએ પહોંચી ગયો છે. જો કે, હજુ પણ મૃત્યુનુ પ્રમાણ ચિંતાજનક રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા છે અને 627 લોકોના મોત થયા છે. ગઇકાલે 3,47,443 લોકો કોરોનાથી સાજા થયા હતા. દૈનિક પોઝિટિવિટી દર 15.88 ટકા હતો. 627 મૃત્યુમાંથી એકલા કેરળમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,92,327 થયો છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 22 લાખથી ઘટીને હાલમાં 21,05,611 થઈ ગઈ છે, જેમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 5.18% આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,64,44,73,216 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 57,35,692 લોકોને રસી આપવામાં આવી છે.
હાલમાં રિકવરી રેટ 93.60% છે. છેલ્લા 24 કલાકમાં 3,47,443 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,80,24,771 થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ગુરૂવારની સરખામણીએ ભારતમાં કોરોનાના લગભગ 35000 ઓછા કેસ નોંધાયા છે. ગુરૂવારે, કોરોનાના 2.86 લાખ કેસ મળી આવ્યા હતા. તે જ સમયે, 573 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 27,782 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 43 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં બુધવારે 14871 કેસ-21 મૃત્યુ જ્યારે ગુરૂવારે 12911 કેસ-22 મૃત્યુનો સમાવેશ થાય છે. આમ, જાન્યુઆરીના 27 દિવસમાં રાજ્યમાંથી 2,89, 018 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે 227 વ્યક્તિના મૃત્યુ થયા છે.
રાજ્યમાં હાલ 1,17,884 એક્ટિવ કેસ છે અને 304 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના એક્ટિવ કેસમાં 12 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સૌથી વધુ 4501 કેસ અમદાવાદમાંથી નોંધાયા છે.જેમાં અમદાવાદ શહેરમાંથી 4405 ગ્રામ્યમાંથી 96 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા શહેરમાંથી 1871-ગ્રામ્યમાંથી 524 સાથે 2395, રાજકોટ શહેરમાં 1008-ગ્રામ્યમાં 259 સાથે 1267, સુરત શહેરમાં 708-ગ્રામ્યમાં 386 સાથે 1094, ગાંધીનગર શહેરમાં 364-ગ્રામ્યમાં 158 સાથે 522, મહેસાણામાં 302, પાટણમાં 270, ભાવનગર શહેરમાં 233-ગ્રામ્યમાં 30 સાથે 263, બનાસકાંઠા-કચ્છમાં 243,જામનગર શહેરમાં 172-ગ્રામ્યમાં 43 સાથે 215, આણંદમાં 196, ભરૂચમાં 180, વલસાડમાં 171, મોરબીમાં 166, ખેડામાં 144 નવસારીમાં 142, સાબરકાંઠામાં 105, સુરેન્દ્રનગરમાં 70 અમરેલીમાં 69, જુનાગઢ ગ્રામ્યમાં 36-શહેરમાં 15 સો 51, પંચમહાલમાં 50, દાહોદમાં 37, ગીર સોમનાથમાં 36, દેવભૂમિ દ્વારકામાં 33, પોરબંદરમાં 32, મહીસાગરમાં 29, તાપીમાં 28, અરવલ્લીમાં 19, છોટા ઉદેપુરમાં 15, નર્મદામાં 12, બોટાદમાં 6, ડાંગમાં પાંચ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,20,660 છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7, રાજકોટમાંથી 3, વડોદરા- ભાવનગર- ભરૂચ- મહેસાણામાંથી 2, સુરત- નવસારી- વલસાડ-જામનગરમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10345 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 23197 જ્યારે બુધવારે 20829 સાથે 44026 વ્યક્તિ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 9,92,431 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 88.56 ટકા છે.