Tuesday, December 24, 2024
Homeરાજ્યપિતાના મૃત્યુ બાદ વ્યથિત રહેતા વરવાળાના યુવાને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

પિતાના મૃત્યુ બાદ વ્યથિત રહેતા વરવાળાના યુવાને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

- Advertisement -

દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા રવિભાઈ ભાણજીભાઈ ઘોઘલીયા નામના 32 વર્ષના ખારવા યુવાને શુક્રવારે બપોરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી, દીવાસળી ચાંપી દેતાં તેમનું દાઝી ગયેલી હાલતમાં કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

મૃતક રવિભાઈના પિતા આજથી આશરે ત્રણેક માસ પૂર્વે અવસાન પામ્યા હોય, ત્યારથી તેઓ ગુમસુમ રહેતા હતા. આ ઉપરાંત તેમનું મગજ પણ થોડું તામસી હોવાથી આ પરિસ્થિતિમાં તેમણે વરવાળા ગામના એક મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાં જઈને સળગી જઈ, આપઘાત કરી લીધા અંગેની જાણ વરવાળાના રહીશ ઉમેશભાઈ પરસોત્તમભાઈ ઘોઘલીયા (ઉ.વ. 41) એ દ્વારકા પોલીસને કરી છે. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular