Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના ચેલા ગામમાંથી ઝડપાયેલું મેફેડ્રોન ડ્રગ્સનું પગેરૂ મહારાષ્ટ્રના પનવેલ પહોંચ્યું

જામનગર તાલુકાના ચેલા ગામમાંથી ઝડપાયેલું મેફેડ્રોન ડ્રગ્સનું પગેરૂ મહારાષ્ટ્રના પનવેલ પહોંચ્યું

એસઓજીની ટીમે મહારાષ્ટ્રનાં પનવેલમાંથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને બે દિવસની તપાસ બાદ દબોચ્યો

- Advertisement -

જામનગર તાલુકાના ચેલા ગામમાંથી એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી નશીલા પદાર્થો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી. જે પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવ્યા પછી મહારાષ્ટ્રના પનવેલ માંથી ડ્રગ્સ સપ્લાય થયો હોવાનું ધ્યાનમાં આવતા એસઓજીની ટુકડીએ મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા અને બે દિવસની રજળપાટ પછી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને પકડી પાડયો છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -

આ દરોડા ની વિગત એવી છે કે, જામનગરની એસઓજી શાખાની ટુકડીએ 10 દિવસ પહેલાં જામનગર તાલુકાના ચેલા ગામમાં દરોડો પાડી ઇમ્તિયાજ રસિદ લાખા નામના શખ્સને પકડી પાડયો હતો અને તેના રહેણાંક મકાનમાંથી રૂા. 3 લાખ 40 હજાર ની કિંમત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની પૂછપરછ દરમ્યાન પોતે મહારાષ્ટ્રનાં પનવેલમાંથી ખાનગી લક્ઝરી બસ મારફતે આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજીની ટીમ દ્વારા વધુ તપાસ ચલાવ્યા પછી આગળની તપાસ મહારાષ્ટ્રના પનવેલ સુધી લંબાવી હતી.

એસઓજીની ટીમે મહારાષ્ટ્રના પનવેલમાં ડુંગરાળ વિસ્તારમાં બે દિવસની તપાસ બાદ પનવેલ ની બાજુમાં વહાલગાવ માં રહેતા આસિફ ઉર્ફે આસિફલાલા શાહબુદ્દીન પીરાણી નામના શખ્સને પકડી પાડયો હતો. જેની પૂછપરછમાં તેણે નશીલા પદાર્થનો જથ્થો જામનગર સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપી દીધી હતી. જેથી તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ કરવા માટે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે. જેની પૂછપરછમાં હજુ વધુ સપ્લાયરોના નામ ખુલે તેવી શક્યતા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વારકા જિલ્લામાંથી છેલ્લાં એક માસથી નશીલા પદાર્થ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબના ડ્રગ્સ દાણચોરોની સંડોવણી ખુલ્લી હતી. આ પ્રકરણમાં હવે એટીએસ તપાસ ચલાવી રહ્યું છે અને ડ્રગ્સના વેપલામાં એક નાઈઝીરીયન શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હજુ વધુ સંડોવણી ખુલવાની શકયતાઓ રહેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular