Thursday, January 2, 2025
Homeરાજ્યસિકકા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 શખ્સો વિરૂધ્ધ પોકસો હેઠળ ફરિયાદ

સિકકા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 શખ્સો વિરૂધ્ધ પોકસો હેઠળ ફરિયાદ

દુષ્કર્મનો ભોગ બનેલી તરૂણીની ઓળખ છતી કરાઇ : પ્રમુખ સહિતના શખ્સો ભુર્ગભમાં ઉતરી ગયા : પોલીસ દ્વારા શોધખોળ

- Advertisement -

- Advertisement -

જામનગર તાલુકના સિકકા નગરપાલિકાના પ્રમુખ સહિત છ શખ્સો સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ નોંધાતા તમામ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકામાં રહેતા પરિવારની 17 વર્ષીય તરૂણી સાથે ત્રણ શખ્સોએ અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો સામે બળાત્કાર અને પોકસો એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જેને લઇને ગત જુલાઇ માસના ગાળા દરમિયાન સ્થાનિક નગરપાલિકા પ્રમુખ જુસબ બરોયા સહિતનાઓએ જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનને રજૂઆત કરી હતી કે, નોંધાયેલ ફરિયાદ ખોટી છે અને આરોપીઓને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ફરિયાદી પક્ષ સામે ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઇને જામનગર અનુસુચિત જાતી સમાજ અને ખેડા તેમજ સુરેન્દ્રનગરના સમાજના સંગઠનોએ ન્યાયની માંગણી કરી હતી. રજૂઆતમાં કરાયેલા આક્ષેપોને લઇને નગરપાલિકા પ્રમુખ સામે ફોજદારી નોંધવાની માંગણી કરવામાં આવી હતી.

સાથે સાથે તરૂણીની ઓળખ પણ છતી થઇ જવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ માસ બાદ પ્રમુખ જુસબ જાકુબ બરોયા તેમજ લખુ મુળુભાઇ પરમાર, આબિદ અખાણી, ઇકબાલ આમદભાઇ મેપાણી, શબ્બીર કાસમભાઇ ગંઢાર અને ઇસ્માઇલ હરૂનભાઇ ભગાડ સામે પોકસા કલમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે છ શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular