લાલપુર ગામમાં આવેલાં બાલવી માતાજીના મંદિરમાંથી સુરતના દરજી શખ્સે ચાંદીના છતર ચોરી કર્યાની ફરિયાદ પોલીસમથકમાં નોંધાઇ હતી. આ ચોરીમાં જામનગર એલસીબીની ટીમે રૂા.14,000ની કિંમતના 358 ગ્રામ વજનના 16 નંગ ચોરાવ છતર સાથે સુરતના શખ્સને ઝડપી લીધાં બાદ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાંથી એલસીબીની ટીમે બાતમીના આધારે પ્રવિણ લખમણ દરજી નામના શખ્સને આતંરીને તલાસી લેતાંતેના કબ્જામાંથી રૂા.14,000ની કિંમતના 358 ગ્રામ વજનના 16 નંગ ચાંદીના છતર મળી આવ્યા હતાં અને એલસીબી દ્વારા શકપડતી મિલકત તરીકે કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ છતર લાલપુર ગામમાં આવેલાં બાલવી માતાજીના મંદિરમાંથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે લાલપુર પીએસઆઇ જે.આર.કરોતરા તથા સ્ટાફે બીપીનભાઇ નરોતમભાઇ પીઠવાના નિવેદનના આધારે તેના જુના મકાનના ફળિયામાં આવેલી કુળદેવી બાલવી માતાજીના મંદિરમાંથી પ્રવિણ લખમણ નામના શખ્સે ચાંદીના છતરની ચોરી કર્યાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુરમાં બાલવી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી
એલસીબીની ટીમે તસ્કરને ચોરાવ ચાંદીના છતર સાથે ઝડપી લીધો : તસ્કરની કેફિયત બાદ પોલીસ ફરિયાદ