Monday, December 23, 2024
Homeરાજ્યમોટા ભાવડા ગામે જૂગારના અખાડા પર એલસીબી પોલીસનો દરોડો

મોટા ભાવડા ગામે જૂગારના અખાડા પર એલસીબી પોલીસનો દરોડો

રૂા. 2.44 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝડપાયા

- Advertisement -

દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શ્રાવણી જુગાર સામે હાથ ધરવામાં આવેલી કડક કામગીરી અંતર્ગત એલસીબી પી.આઇ. જે.એમ. ચાવડાની સૂચનાથી પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા ગઈકાલે દ્વારકા તાલુકામાં સધન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ગઇકાલે શુક્રવારે એલસીબીના એએસઆઇ ભરતભાઈ ચાવડા તથા હેડ કોસ્ટેબલ મશરીભાઈ આહિરને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામે રહેતા કાના ખીમા આંબલીયા નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી અને ચલાવાતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે સુગર રમી રહેલા કાના ખીમા આંબલીયા, વિનોદ ઉર્ફે વીરો કેશુરભાઈ સુવા, રામદે કરસન ગોજીયા, આલા રાજસી ડેર, ખીમા કરણા બેડીયાદરા, પરબત માલદે ભોચીયા, જેસા નારણ કરમુર અને હીરાલાલ હરિલાલ આચાર્ય નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા.1,17,570 રોકડા તથા રૂા.26 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત એક લાખની કિંમતના ચાર નંગ મોટરસાયકલ મળી, કુલ રૂા.2,43,570 નો મુદ્દામાલ કબજે કરી, જૂગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આ શખ્સો તથા મુદ્દામાલનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, સાથે સ્ટાફના સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, કેશુરભાઈ ભાટીયા, નરસીભાઈ સોનગરા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular