યુજીસીની વર્ષ 2021ની ગાઇડલાઇન્સ દ્વારા ભારતની તમામ યુનિ.ઓને એનસીસીને જનરલ ઇલેકટીવ ક્રેડિટ કોર્સ (વૈકલ્પિક વિષય) તરીકે અભ્યાસક્રમમાં ઉમેરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. ગુજરાત એનસીસી નિર્દેશાલય અંતર્ગતના જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ દ્વારા પણ વિદ્યાર્થીઓની કારકિર્દીને ઉજ્જવળ કરતાં આ નિર્ણયનો મહત્તમ વિદ્યાથીૃઓ લાભ લે તેવા પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે. જામનગર, પોરબંદર, વેરાવળ, ભૂજ, ગાંધીધામ આ તમામ યુનિટનાં કોલેજમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ વધુમાં વધુ સંખ્યામાં એનસીપીના આ જીઇસી કોષૃમાં જોડાય તે માટે એનસીસી જામનગર ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર દ્વારા કોલેજ પ્રશાસન અને એએનઓ (એસોસિએટ એનસીસી ઓફિસર)નો સંપર્ક કરી તેમને આ બાબતે વધુમાં વધુ સક્રિય બનાવવા પ્રોત્સાહીત કરી રહ્યાં છે.
કોલેજમાં જે વિદ્યાર્થીઓ આ જીઇસી કોર્સની પસંદગી કરશે તેમને કુલ 6 સેમેસ્ટરમાં એનસીસી પાઠયક્રમનો અભ્યાસ કરવાનો રહેશે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય વિંગ્સના કોમન સબજેકટસ અને સ્પેશ્યલ સબજેકટસ સામેલ થશે. આ અભ્યાસક્રમ અંતર્ગત ફાયર ફાઇટીંગ, નેચરલ ડિઝાસ્ટર, યોગા, લીડરશીપ (નેતૃત્વનાં ગુણો), ઇફેકટીવ કોમ્પયુનિકેશન (અસરકારક સંવાદની કળા) વગેરે વિષયોના અભ્યાસ ઉપરાંત ડ્રીલ, વેપન ટ્રેનિંગ સહિત વિવિધ કેમ્પોમાં પણ તાલિમ મેળવવાની રહેશે. આ કોર્સની સફળતાપૂર્ણ તાલિમ બાદ વિદ્યાર્થીઓને એનસીસી ‘બી’ તથા ‘સી’ સર્ટિફીકેટ તેમજ 24 ક્રેડિટ (એકેડેમીક માર્કસ/મૂલ્યાંકન) પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં અભ્યાસ તથા સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીની વિશેષ ભરતીઓમાં ખૂબ ઉપયોગી અને ફાયદાકારક નિવડશે. આમ, એનસીસીના જીઇસી કોર્સમાં જોડાઇને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સર્વાંગી વિકાસ કરી શકશે.
કોલેજમાં વૈકલ્પિક વિષય (જનરલ ઇલેકટ્રીવ ક્રેડિટ (જીઇસી) કોર્ષ તરીકે વિદ્યાર્થીઓને છ સેમેસ્ટરનાં અભ્યાસક્રમમાં ‘બી’ તથા ‘સી’ સર્ટિફીકેટ સહિત 24 ક્રેડિટસ (પોઇન્ટસ) મળશે જે ઉચ્ચ અભ્યાસની કારકિર્દી તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીની વિશેષ ભરતીઓમાં ખૂબ લાભદાયક બની રહેશે.
કોલેજના અભ્યાસક્રમમાં એનસીસીનો સમાવેશ
વિદ્યાર્થીઓને વૈકલ્પિક વિષય તરીકે એનસીસીનો અભ્યાસક્રમ કારકિર્દીની સોનેરી તકો લાવશે : ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર