Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતની સૂચિત ઇ-કોમર્સ નીતિ અંગે દેશ-વિદેશ કંપનીઓ શું કહે છે ?

ભારતની સૂચિત ઇ-કોમર્સ નીતિ અંગે દેશ-વિદેશ કંપનીઓ શું કહે છે ?

- Advertisement -

ભારતની સૂચિત ઈ- કોમર્સ પોલિસીની રચના અંગે ચર્ચા કરવા સરકારી અધિકારીઓ તથા ઉદ્યોગના આગેવાનો વચ્ચે ગુરુવારે મળેલી બેઠકમાં ભારતના ઈ-કોમર્સ આગેવાનો તથા વિદેશની ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે ભારે મતભેદ જોવા મળ્યા હતા.

- Advertisement -

ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટેરી ગુરુપ્રસાદ મોહપાત્રાની આગેવાની હેઠળ મળેલી આ વર્ચ્યુલ બેઠકમાં પંદરથી વધુ ઈ-કોમર્સ કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં કેટલાક લોકોએ ઈ-કોમર્સ માટે એફડીઆઈ પોલિસીમાં કોઈ ફેરબદલ થવો ન જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો જ્યારે બીજા કેટલાકે ફેરબદલનો આગ્રહ રાખ્યો હતો.

આ અંગે વિગતવાર ચર્ચા થઈ શકે તે માટે સરકારે દરેક હિસ્સેદારો પાસેથી તેમના મતો એક સપ્તાહની અંદર લેખિતમાં મોકલી આપવા જણાવ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. ઘરઆંગણેની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા એક્ઝિકયૂટિવ્સે ગુ્રપ કંપનીની વ્યાખ્યાને વિસ્તૃત બનાવવા એફડીઆઈ પોલિસીમાં સુધારો કરવા માગણી કરી હતી. ગુ્રપની વ્યાખ્યામાં સંલગ્ન કંપનીઓને આવરી લેવાવી જોઈએ.

- Advertisement -

વિદેશી કંપનીઓ દ્વારા થતા દૂરુપયોગને અટકાવવા મેન્યુફેકચરિંગની કલમની સમીક્ષા કરવા ભારતની કેટલીક કંપનીઓએ હાલની રિટેલ એફડીઆઈ પોલિસીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું. કેટલીક વિદેશી કંપનીઓએ ક્ષતિઓનો ઉપયોગ કરવા જટિલ કાનૂની માળખાઓનો ઉપયોગ કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ઈ-કોમર્સ ક્ષેત્રમાં સ્થિરતા તથા સાતત્યતા જળવાઈ રહે તે માટે પોલિસીમાં કોઈ ફેરબદલ થવો ન જોઈએ એમ વિદેશની કેટલીક કંપનીઓ ભારપૂર્વક જણાવી રહી હતી એમ બેઠકમાં ભાગ લેનારા એક અધિકારીએ જણાવ્યું હતું. પોલિસીમાં કોઈપણ ફેરબદલી ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ પર પ્રતિકૂળ અસર પડશે તેવો પણ વિદેશની કંપનીઓએ દાવો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular