દ્વારકા તાલુકામાં થોડા દિવસો પૂર્વે એક પરપ્રાંતિય યુવાનના બે આઈફોનની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દ્વારકાના પી.આઈ. એમ.જી. જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા, જીવાભાઈ ગોજીયા અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દ્વારકામાં લક્ષ્મી માર્બલ રોડ પર ગુરુકૃપા ધાબા પાસેથી મેઘાલય રાજ્યના વેસ્ટ કાશી હિલ્સના મોઈપરા વિસ્તારમાં રહેતા રકશન અરથોન એન સંગમા નામના 22 વર્ષના ખ્રિસ્તી યુવાનને ચોરીના બંને આઈફોન સાથે ઝડપી લઈ, તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


