Homeરાજ્યજામનગરબાકીવેરાને લઇ જામ્યુકો દ્વારા વધુ એક મિલકત સીલ - VIDEO

બાકીવેરાને લઇ જામ્યુકો દ્વારા વધુ એક મિલકત સીલ – VIDEO

જામનગર મહાનગરપાલિકા મિલકતવેરા શાખા બાકી મિલકતવેરાને લઇ મિલકત સીલ કરવામાં આવી હતી. તેમજ બે મિલકતધારકો પાસેથી ડ્યુ ડેટના ચેક આવ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મિલકતવેરો ન ભરનાર આસામીઓને નોટીસ સહિતની કાર્યવાહી કરવા છતાં વેરો ન ભરતાં મિલકત સીલ કરવાની કાર્યવાહી કરાઇ રહી છે. જેના ભાગરૂપે ગુમાનસિંહ લખુભા જેઠવાનો રૂા. 2,74,151નો મિલકતવેરો બાકી હોય તેમની મિલકત સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુમિતાબેન રમેશભાઇ ભરાડિયાનો રૂા. 1,71,915નો મિલકતવેરો તથા નવાઝ શિપિંગ ભાગીદારી પેઢીનો રૂા. 1,41,745નો મિલકતવેરો બાકી હોય તેમણે ડ્યુ ડેટના ચેક આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular