Homeરાજ્યગુજરાતપ્રકૃતિ અને પરમાત્માનું મિલન: સોમનાથ જ્યોતિર્લિંગ,મંદિર શિખર અને ચંદ્રમાં એક જ રેખામાં...

પ્રકૃતિ અને પરમાત્માનું મિલન: સોમનાથ જ્યોતિર્લિંગ,મંદિર શિખર અને ચંદ્રમાં એક જ રેખામાં ! જુઓ દિવ્ય નજારો – VIDEO

પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકૃતિ અને પરમાત્માના અદભુત સંયોગના દર્શન કરવા દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

- Advertisement -

કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ બરાબર 12 વાગ્યે પૂર્ણ ચંદ્ર મંદિરના શિખરની બરાબર સીધી રેખામાં આવ્યો હતો. પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્ર અને ખગોળીય સ્થિતિના સમન્વયથી સર્જાતો આ નજારો જાણે ચંદ્ર ભગવાન શિવ પર અમૃતવર્ષા કરી રહ્યા હોય તેવો દિવ્ય ભાસ કરાવતો હતો.

- Advertisement -

મધ્યરાત્રિએ યોજાયેલી મહાપૂજા અને મહાઆરતી સમયે સમગ્ર પરિસર શંખનાદ, ઘંટારવ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રએ આ તપોભૂમિ પર ભગવાન શિવની આરાધના કરી હોવાથી અહીં કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્રદર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.સોમનાથ ટ્રસ્ટ આયોજિત 5 દિવસીય ધાર્મિક-સાંસ્કૃતિક મહોત્સવમાં આ દિવ્ય સંયોગે ભક્તોમાં અવિસ્મરણીય આસ્થા જગાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular