Homeરાજ્યજામનગરજામનગરમાં એક જ રાત્રિમાં આગના ચાર બનાવથી ફાયર વિભાગ દોડતું થયું -...

જામનગરમાં એક જ રાત્રિમાં આગના ચાર બનાવથી ફાયર વિભાગ દોડતું થયું – VIDEO

રહેણાંક મકાનથી લઈને દુકાન અને ખુલ્લા પ્લોટમાં આગની ઘટનાઓ : ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

જામનગર શહેરમાં શનિવારે રાત્રિના અલગ-અલગ સમયે આગ લાગવાની ચાર ઘટનાઓ સામે આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનેલા આ બનાવોને પગલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ ચારેય સ્થળે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, લાલવાડી નજીક આવેલા નૂરી પાર્ક શેરી નંબર-2માં મોહીનુદ્દીન મહેમુદભાઈ ખેરાણીના મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી.

બીજી તરફ, હેડ ક્વાર્ટરની પાછળ આવેલા સરલાબેન આવાસ સામેના ખુલ્લા પ્લોટમાં આગ લાગ્યાનો કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવેલી જાણના આધારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત, કંસારા હોલ નજીક આવેલા વિશાલ સિઝન સ્ટોરમાં અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી. કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. દુકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરની બે ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આમ, શનિવારે રાત્રિના અલગ-અલગ સમયે આગના ચાર બનાવો બનતાં ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. જોકે, તમામ બનાવોમાં ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગને વધુ ફેલાતી અટકાવી સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular