જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.14,500ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ફૌજી પંજાબી ઢાબા સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને સીટી બી પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.11,420ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતા સ્થળે સીટી સી પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન બટુક ઉર્ફે બળદેવ નવઘણ રૂજાતળા અને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.14,500ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો જામનગર શહેરમાં ફૌજી પંજાબી ઢાબા સામેના રોડ પર જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન જયેશ ધીરૂ પરમાર, દિલીપ ગોવિંદ ડાભી, ઇકબાલ હુશેન નગામણા, હર્ષ જીગ્નેશ રાઠોડ, અશ્ર્વિન રણછોડ ચૌહાણ, કાદર સીદીક વાઢા, રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના સાત શખ્સોને રૂા.11,420ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


