જામનગર શહેરના વામ્બે આવાસ કોલોનીમાં રહેતા યુવાનની તબિયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં આવેલા વામ્બે આવાસમાં બ્લોક નં.સી-1 રૂમ નં.702માં રહેતા ભરતભાઇ નાથાભાઇ જાદવ (ઉ.વ.45) નામના છુટક મજુરી કામ કરતા યુવાનને દારૂ પીવાની કુટેવ હતી દરમિયાન યુવાનની તબિયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પત્ની રેખાબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ ટી.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


