જામનગર શહેરના બાઇની વાડી પાસેના વિસ્તારમાં રહેતા યુવાનને બે શખ્સોએ કોર્ટ કેસ મામલે સમાધાન કરવા ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના હર્ષદમીલની ચાલી બાઇની વાડી વિસ્તારમાં રહેતા યશવંતભાઇ દામજીભાઇ પરમાર (ઉ.વ.28) નામના ડ્રાઇવીંગ કરતો યુવાનને ગત તા.9ના સવારના સમયે સંતોષી માતાના મંદિર પાસે પ્રકાશ જેઠા પરમાર, જયરાજ પ્રકાશ પરમાર નામના પિતા-પુત્ર શખ્સોએ કોર્ટ ફરિયાદ ચાલે છે તેમાં સમાધાન કરી નાખવા યશવંત અને તેના ભાઇ વિજયને પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ બન્ને શખ્સોએ ફરીથી 11 તારીખના રોજ સવારના સમયે યુવાનના ઘર પાસે આંતરીને કોર્ટ કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી નાખ નહિતર તમને બન્ને ભાઇઓને મારી નાખશુ તેવી ધમકી આપી હતી. આ બનાવની જાણના આધારે હે.કો. એમ.ડી. મોરી તથા સ્ટાફે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


