જામનગરના રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતા સમયે પડી જતાં વૃઘ્ધને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જામનગર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના રેલ્વે સ્ટેશન પર ગઇકાલે જગન્નાથપુરી-ઓખા ટ્રેન પ્લેટફોમ પર આવી હતી. ત્યારે ટ્રેનમાંથી કેસરી કલરનું સ્વેટર અને સફેદ કલરની ધોતી પહેરેલ આશરે 65 વર્ષના વૃઘ્ધ ટ્રેનમાંથી ઉતરતા હતા ત્યારે પડી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃઘ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાંનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની જાણ થતાં રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઇ ભીમશીભાઇ તથા રાઇટર રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તથા વાલી વારસની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. તેમજ વૃઘ્ધ અંગેની જાણકારી મળે તો મોબાઇલ નં.9998721436 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જાહેર કરાયું છે.


