Thursday, November 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુરુનાનક દેવના પ્રકાશ પર્વ અંતર્ગત પ્રભારી ફેરી - VIDEO

જામનગરમાં ગુરુનાનક દેવના પ્રકાશ પર્વ અંતર્ગત પ્રભારી ફેરી – VIDEO

ગુરુદ્વારાથી નીકળી ઇન્દિરા માર્ગ, સાત રસ્તા સર્કલ, અને લાલ બંગલા સર્કલ થઈ પરત ફરી પ્રભાત ફેરી; મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયાં

જામનગર શહેરમાં શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનક દેવની 557મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા પ્રકાશ પર્વના ધાર્મિક કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે. ઉજવણીના પ્રથમ દિવસે આજે વહેલી સવારે ગુરુદ્વારા સાહેબ ખાતેથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં.

- Advertisement -

આજની પ્રભાતફેરી ગુરુદ્વારા સાહેબ ખાતેથી પ્રારંભ થઈ ઇન્દિરા માર્ગ, સાત રસ્તા સર્કલ, અને લાલ બંગલા સર્કલ થઈ પુન: ગુરુદ્વારા સાહેબ ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ભજન-કીર્તનના મધુર નાદ અને ગુરુનાનક દેવજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભાતફેરીમાં જોડાઈ ગુરુનાનક દેવજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણીના ભાગરૂપે તા. 19થી 22 નવેમ્બર સુધી દરરોજ સવારે 5:45 વાગ્યે ગુરુદ્વારાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 22 નવેમ્બરના સવારે 10 વાગ્યે ગુરુદ્વારા ખાતે અખંડ પાઠનો પ્રારંભ થશે, જેની તા. 24 નવેમ્બરના સવારે 11 વાગ્યે પૂર્ણાહુતિ થશે. આ પ્રસંગે ગગનદીપસિંહ દ્વારા શબ્દ કીર્તન તથા ત્યારબાદ ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશ પર્વની ઉજવણીને લઈને જામનગરના શીખ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular