કલ્યાણપુરના ભોપલકા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં પોલીસે રેઇડ દરમ્યાન 15 નંગ વિદેશી દારૂના ચપલા કબ્જે કર્યા હતા. દરોડા દરમ્યાન આરોપી ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઓખામાં રેલવે ગોડાઉન નજીક ગંજીપત્તાનો જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહ હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા વિજયસિંહ હરિસિંહ જાડેજા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 10, 065ની કિંમતના વિદેશી દારૂના 15 ચપલા કબ્જે કર્યા હતા. જો કે આરોપી વિજયસિંહ જાડેજા પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ઉપરાંત ઓખામાં રેલવે ગોડાઉન પાસે બાવળના ઝાડીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા શબીર અભુભાઈ અને મહેશ લાલજીભાઈ ચાવડા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધા હતા.


