જામનગરમાં વિજયાદશમીના પર્વ નિમિતે ઠેર ઠેર શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. ભગવાન શ્રીરામે ધર્મયુઘ્ધમાં રાવણને જે દિવસે હણ્યો તે દિવસને અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ એવા દશેરાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, મીત રૂદલાલ સહિતના અધિકારીઓ તથા પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યુ હતું.
View this post on Instagram


