Tuesday, October 13, 2026
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની લૂંટના ઈરાદે હત્યાથી સનસનાટી - VIDEO

પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની લૂંટના ઈરાદે હત્યાથી સનસનાટી – VIDEO

લાલપુરના પારેખબાગમાં ગત્રાત્રિના સમયે બનાવ : વૃધ્ધ એકલા રહેતાં : પત્ની અને પુત્ર અમદાવાદમાં રહે : ઘરકામ કરતી સગીરા અને તેના સાગરિત સહિતનાઓ દ્વારા હત્યાની આશંકા : રોકડ અને દાગીનાની લૂંટના ઈરાદે વૃદ્ધ ઉપર હથિયારોના જીવલેણ ઘા : પોલીસ દ્વારા લૂંટ અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ

લાલપુર ગામમાં રહેતાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની હત્યા નિપજાવેલી લાશ તેમના જ ઘરમાંથી મળી આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી સામાન વેરવિખેર હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોય તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં પારેખબાગ રોડ પરના વિસ્તારમાં રહેતાં મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉ.વ.66) નામના વૃદ્ધ પીજીવીસીએલમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયા હતાં અને વૃદ્ધના પત્ની અને તેનો પુત્ર અમદાવાદમાં રહેતાં હતાં પુત્રના ઘરે બે નાના બાળકો હોવાથી વૃદ્ધના પત્ની અમદાવાદમાં પુત્ર સાથે રહેતાં હતાં જ્યારે મનસુખભાઈ લાલપુરમાં રહેતાં હતાં અને એકલવાયુ જીવન જીવતા હતા. ગત રાત્રિના સમયે મનસુખભાઈના ઘરમાં રાત્રિ દરમિયાન અંધારુ હોવાથી આજુબાજુમાં રહેતાં રહેવાસીઓને શંકા જવાથી વૃદ્ધના ભાઈ મહેન્દ્રભાઈને પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેન્દ્રભાઈ વૃદ્ધ ભાઈના ઘરે આવ્યા અને ઘરમાં તપાસ કરતા મનસુખભાઈ વાછાણી નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

બનાવ અંગેની જાણ થતા એએસપી પ્રતિભાની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો જ્યાં પોલીસે સ્થળ નિરીક્ષણ કરતા ઘરમાં મનસુખભાઈ વાછાણી ઉપર તિક્ષ્ણ હથિયાર કે અન્ય કોઇ વસ્તુ વડે આડેધડ હુમલો કરી જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને આ હત્યા ઘરમાંથી રોકડ અથવા દાગીનાની લૂંટ કરવા આવેલા લૂંટારુઓ દ્વારા નિપજાવી હોવાનું પ્રાથમિક અનુમાનના આધારે તપાસ શરૂ કરાઇ હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મનસુખભાઈ વાછાણીના મકાનમાં ઘરકામ કરવા આવતી એક સગીરા બનાવ બાદ ગુમ હોવાનું ખુલ્યુ હતું જેના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરતા વૃદ્ધની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાનું અને પોલીસે આ લૂંટમાં ઘરકામ કરતી સગીરા તથા અક્ષય મોયડા નામનો શખ્સ તથા અજાણ્યા શખ્સ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ મૃતકના ભાઈ મહેન્દ્રભાઈના નિવેદનના આધારે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular