જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં પ્રૌઢાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઇ હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં અને ખેતી કરતા ચંદ્રિકાબેન રમેશભાઈ ગોધાણી (ઉ.વ.55) નામના પ્રૌઢાને ગત તા.10 ના રોજ સવારના સમયે તબિયત લથડતા ઉલ્ટી થવા લાગી હતી. ત્યારબાદ પ્રૌઢાને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી એચ લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં ડ્રાઈવર રૂમ પાસે રવિવારે બપોરના સમયે 60 વર્ષનો અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા હિતેરગીશી ગોસાઈ દ્વારા હોસ્પિટલે ખસેવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ બીમારી સબબ વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કરાયું હતું. આ અંગેની જાણ કરાતા હેકો જે.કે. વજગોર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.


