જામનગર શહેરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિર પાસેના રોડ પર ભિક્ષા માંગતા વૃદ્ધાને પુરપાટ આવતી કારે ઠોકરે લઇ હડફેટે ચડાવતા રોડ પર પટકાયેલા વૃદ્ધાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા લાલીબેન નવલભાઈ પરમાર (ઉ.વ.75) નામના વૃધ્ધા રવિવારે બપોરના સમયે મંદિર સામેના રોડ પર ભિક્ષા માંગતા હતાં તે દરમિયાન પુરપાટ બેફીકરાઈથી આવી રહેલી જીજે-01-આરસી-8698 નંબરની કારના ચાલકે ભિક્ષાવૃત્તિ કરતા વૃદ્ધાને હડફેટે લેતા રોડ પર પટકાયેલા વૃદ્ધાને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ઈજાગ્રસ્ત વૃધ્ધાના પુત્ર ભીમાભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એચ.આર. બાબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


