Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની OPD હિંમતનગર રોડ ખાતે કાર્યરત

જી.જી. હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની OPD હિંમતનગર રોડ ખાતે કાર્યરત

૨૦૦ બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળ, હિંમત નગર રોડ ખાતે સ્ત્રીરોગ વિભાગની સેવાઓ ઉપલબ્ધ; દર્દીઓને નવા સ્થળે સારવાર મેળવવા અનુરોધ

જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ અને જાહેર જનતાની સુવિધા અર્થે હોસ્પિટલ તંત્ર દ્વારા ગાયનેકોલોજી (સ્ત્રીરોગ) વિભાગની OPD સોમવાર, તા. ૧૨/૧૦/૨૦૨૬ થી ૨૦૦ બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળ, હિંમતનગર રોડ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે.

- Advertisement -

આરોગ્ય સેવાઓમાં સુગમતા જળવાઈ રહે અને સારવાર અર્થે આવતી સગર્ભા મહિલાઓ, સ્ત્રીરોગ સંબંધિત સારવાર લેતી દર્દીઓ તથા ગ્રામ્ય કે દૂરના વિસ્તારોમાંથી આવતા સગાં-સંબંધીઓને કોઈ અગવડતા કે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હેતુથી જી. જી. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના પરિજનોને સ્ત્રીરોગ સંબંધિત તમામ તપાસ અને સારવાર માટે હિંમતનગર રોડ પર આવેલ ૨૦૦ બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળના નવા OPD વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular