Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વાછરા દાદાના મંદિરે પરંપરાગત જાતર મેળો યોજાયો - VIDEO

જામનગરમાં વાછરા દાદાના મંદિરે પરંપરાગત જાતર મેળો યોજાયો – VIDEO

ચારણ સમાજ અને અઢારે વરણના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

જામનગરના નીલકમલ સોસાયટી સ્થિત વાછરા દાદાના મંદિરે નોરતાના પ્રથમ રવિવારે પરંપરાગત જાતર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું હતું.

- Advertisement -

આ ધાર્મિક પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને જામનગરના ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચારણ સમાજ સહિત અઢારે વરણના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વાછરા દાદાના દર્શનનો લાભ લીધો હતો.

મેળા દરમિયાન ધજારોહણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ચારણ સમાજ દ્વારા પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરા અને સામાજિક એકતાના સંગમ સમાન આ મેળામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -

વાછરા દાદાના મંદિરે યોજાતો આ જાતર મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવાની સાથે સમાજના વિવિધ વર્ગોને એકત્રિત કરવાનું માધ્યમ પણ બન્યો છે. ભક્તિ, આસ્થા અને પરંપરાના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular