Wednesday, October 7, 2026
Homeરાજ્યજામનગરફૂડ પોઈઝનિંગ બાદ ફૂડ વિભાગની તાત્કાલિક કાર્યવાહી : બેડેશ્વરની એ-વન બોમ્બે બિરયાની...

ફૂડ પોઈઝનિંગ બાદ ફૂડ વિભાગની તાત્કાલિક કાર્યવાહી : બેડેશ્વરની એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ સીલ – VIDEO

ફૂડ વિભાગે સ્થળ પરથી 5 નમૂના લીધા, 25 કિલો ખુલ્લા રાઇસ બોઇલનો સ્થળ પર જ નાશ કર્યો

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના સામે આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અસરગ્રસ્તોએ બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી બિરયાની, ચિકન રોલ, ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની નોનવેજ વાનગીઓ મંગાવીને ખાધા હોવાનું જણાવ્યા બાદ ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન અનહાઇજેનિક સ્થિતિ જોવા મળતાં કેટરર્સને જરૂરી સુધારા-વધારા ન થાય ત્યાં સુધી સીલ કરી બંધ કરાયું છે.

- Advertisement -

મળતી વિગતો મુજબ, રાત્રે બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોએ એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી વિવિધ નોનવેજ વાનગીઓ મંગાવી હતી. ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે એક પછી એક લોકોની તબિયત લથડવા લાગી હતી. અસરગ્રસ્તોને તાવ, પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી સહિતની તકલીફો શરૂ થતાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

તબિયત લથડતાં અસરગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ઉપરાંત બેડેશ્વર વિસ્તારની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની અસરથી કુલ 15 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 4 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 11 દર્દીઓ હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી નિલેશ પી. જાસોલીયા તથા તેમની ટીમ તાત્કાલિક એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ ખાતે પહોંચી હતી. ટીમે કેટરર્સના રસોડા સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી ખાદ્ય ચીજોની જાળવણી, સ્વચ્છતા તથા હાઇજિનની સ્થિતિની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન સ્થળ પર અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હોવાનું સામે આવ્યું હતું. રસોડામાં ખાદ્યપદાર્થોની જાળવણી અને સ્વચ્છતા અંગેની સ્થિતિને ધ્યાનમાં લેતાં ફૂડ વિભાગે સ્થળ પર જ કાર્યવાહી શરૂ કરી હતી.

ફૂડ વિભાગની તપાસ દરમિયાન રસોડામાં અનહાઇજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલો અંદાજે 25 કિલો ખુલ્લો રાઇસ બોઇલ મળી આવ્યો હતો. ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે આ રાઇસ બોઇલનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

આ કાર્યવાહી બાદ કેટરર્સના સંચાલકોને જરૂરી સ્વચ્છતા તથા અન્ય જરૂરી સુધારા-વધારા કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

 

ફૂડ પોઈઝનિંગની ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ફૂડ સેફ્ટી વિભાગે કેટરર્સમાંથી વિવિધ ખાદ્ય ચીજોના કુલ 5 નમૂના લીધા છે. આ નમૂનાઓને ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાની ચકાસણી માટે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

હવે લેબોરેટરીના અહેવાલ પર સમગ્ર મામલાની તપાસનો મહત્વનો આધાર રહેશે. નમૂનાઓમાં કોઈ પ્રકારનું દૂષણ કે ખાદ્ય સુરક્ષાને લગતી ખામી સામે આવે છે કે નહીં તે રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

ફૂડ પોઈઝનિંગની ઘટના અને સ્થળ પર જોવા મળેલી અનહાઇજેનિક સ્થિતિને પગલે ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરતાં એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સને સીલ કરી દીધું છે. જરૂરી સુધારા-વધારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી પેઢી ચાલુ ન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હાલ સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ તથા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની તબિયત પર પણ તબીબી ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા પાંચ નમૂનાના લેબોરેટરી રિપોર્ટ બાદ ફૂડ પોઈઝનિંગનું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular