Wednesday, October 7, 2026
Homeરાજ્યજામનગરજગદંબા સ્વરૂપ બાળાઓ દ્વારા કરાયેલા તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ - VIDEO

જગદંબા સ્વરૂપ બાળાઓ દ્વારા કરાયેલા તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ – VIDEO

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં શેરી-1 માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે.

- Advertisement -

નવરાત્રીને લઈ જામનગરમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજનો થતા હોય છે તેમાં શહેરના હાથી કોલોની વિસ્તારમાં નાની બાળાઓ જ્યારે પરંપરાગત વસ્તુઓ અને આભૂષણોમાં સજ્જ થઈ ચોકમાં ગરબે રમવા માટે ઉતરે ત્યારે સાક્ષાત માં ભગવતી રાસ રમતી હોય તેવો અહેસાસ થાય છે. હાથી કોલોની વિસ્તારમાં શેરી-2 માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે.

મહત્વનું છે કે સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. આશાપુરા ગ્રુપ આયોજિત ગરબી મંડળમાં નાની બાળાઓના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઇ જાય છે. જામનગરમાં 45 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે.

- Advertisement -

તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઇ રાસ રમે છે. આ રાસ જોવા દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે. જામનગરમાં નાની-નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે. એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે.

- Advertisement -

આ આયોજનને સફળ બનાવવા કે. કે. વિસરીયા (એડવોકેટ), પિયુષભાઈ હરિયા, અનિલભાઈ ગોહિલ,નિલેભાઈ હરિયા, હરેશભાઈ શુક્લ, વનરાજસિંહ જાડેજા, એસ એસ શેખ,નિલેશભાઈ બાવરીયા, ગીરીશભાઈ કાલેણાં,રૂપેન તન્ના, હિતેશભાઈ દોઢીયા, જયેશ ગૂઢકા મિલનભાઈ હરિયા, મીતેનભાઈ બિદ, વિપુલભાઈ મારૂ,વિશાલ ગાંધી,સંજયભાઈ દોસ્તી, પારશભાઈ હરિયા, હર્ષભાઈ હરિયા, સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવે છે. જ્યારે કોરિયોગ્રાફર તરીકે ખુશી હરિયા અને ભૂમિ ચાન્દ્રા સેવા આપે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular