Saturday, September 26, 2026
Homeરાજ્યજામનગરજામનગર અને દ્વારકા જિલ્લામાંથી પાંચ દિવસમાં 5.84 કરોડની વીજચોરી ઝડપાઇ

જામનગર અને દ્વારકા જિલ્લામાંથી પાંચ દિવસમાં 5.84 કરોડની વીજચોરી ઝડપાઇ

જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા સહિતના તાલુકાઓમાં ચેકીંગ : પીજીવીસીએલની 52 ટીમો દ્વારા વીજ ચેકીંગ ડ્રાઇવ

જામનગર અને દ્વારકા જિલ્લામાંથી પીજીવીસીએલ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં રૂા.5.84 કરોડની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. કુલ 532 વીજ જોડાણોમાંથી ગેરરિતી ઝડપી લઇ પીજીવીસીએલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર સર્કલ પીજીવીસીએલ દ્વારા તા.21 થી 25 સપ્ટેમ્બર એમ સતત પાંચ દિવસ સુધી વિજીલન્સ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા સહિતના તાલુકાઓ અને તાલુકા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીના દુષણને ડામવા અને ગેરરિતી અટકાવવા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 52 જેટલી ટીમો દ્વારા પોલીસ અને સુરક્ષા જવાનોને સાથે રાખી જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલની આ વીજચેકીંગ ડ્રાઇવ દરમિયાન બન્ને જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં કુલ 3825 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી 532 વીજ જોડાણોમાંથી કુલ રૂા.5.84 કરોડની વીજ ચોરી ઝડપાઇ હતી. પીજીવીસીએલની ચેકીંગ કાર્યવાહી અને પાંચ દિવસમાં 5 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular