Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરસંચાણા ગામે પારિવારિક વિવાદમાં બે ભાઈઓ પર એસિડથી હુમલો - VIDEO

સંચાણા ગામે પારિવારિક વિવાદમાં બે ભાઈઓ પર એસિડથી હુમલો – VIDEO

જામનગર નજીકના સંચાણા ગામમાં પારિવારિક વિવાદને લઈને બે ભાઈઓ પર એસિડ ફેંકી હુમલો કરાયાની ઘટના સામે આવી છે. સમીર કક્કલ અને તેમના ભાઈ અપસાર કક્કલ પર તેમના સગા બનેવી તથા તેના સાથીદારોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ફરિયાદીની બહેનના લગ્ન બાદ છૂટાછેડા અંગેનો કેસ ચાલી રહ્યો છે. આ જ બાબતને લઈને બનેવી અને તેના સાથીદારો દ્વારા બંને ભાઈઓ સાથે તકરાર કરી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. અગાઉ પણ આ પારિવારિક વિવાદને લઈને ફરિયાદી પરિવાર સાથે હુમલાની ઘટના બની હોવાનું જણાવાયું છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular