Friday, September 11, 2026
Homeરાજ્યજામનગરટ્રક ચાલકે સાયકલ સવારને હડફેટ લેતા ગંભીર ઇજાથી મોત

ટ્રક ચાલકે સાયકલ સવારને હડફેટ લેતા ગંભીર ઇજાથી મોત

મોરકંડા પાટીયા પાસે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી ગયો : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ

જામનગરના મોરકંડા પાટીયા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને હડફેટે લેતા સાયકલ સવારનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી ગયો હતો. આ અંગે મૃતકના ભાઇ દ્વારા ટ્રક ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના મોરકંડા ગામ મહાદેવ પાર્ક મેઇન રોડ પર રહેતા જગદીશભાઇ સામજીભાઇ ચાવડાએ પંચ બી ડિવિઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાઇ રમેશભાઇ (ઉ.વ.63) નામના વૃઘ્ધ ગત તા.8 સપ્ટેમ્બરના સાઇકલ ચલાવી મોરકંડા પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતાં. આ દરમિયાન જીજે10 ઝેડ 5887 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી રમેશભાઇને હડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં રમેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી ગયો હતો.

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પંચ બી એએસઆઇ ડી.બી. જોગીયા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો. આ અંગે જગદીશભાઇ દ્વારા જીજે10 ઝેડ 5887 નંબરના ટ્રક ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular