Saturday, August 22, 2026
HomeવિડિઓViral Videoજુઓ રેસ્ટોરન્ટ્સ કેવી રીતે બનાવે છે ગ્રાહકોને મૂર્ખ ! સોશિયલ મીડિયા પર...

જુઓ રેસ્ટોરન્ટ્સ કેવી રીતે બનાવે છે ગ્રાહકોને મૂર્ખ ! સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતો વીડિયો – VIRAL VIDEO

આપણે જ્યારે પણ કોઈ સારી કે ફેન્સી રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, ત્યારે આપણને અટ્રેક્ટિવ વાસણો અને રોયલ સ્ટાઇલમાં ખાવાનું પીરસવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુંદર દેખાતા વાસણો પાછળ મોટી ચાલાકી છુપાયેલી હોય છે?સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને કેવી રીતે મૂર્ખ બનાવે છે.

- Advertisement -

આ વીડિયો @LostTemple7 નામના X (ટ્વિટર) એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.વિડિઓમાં દર્શાવ્યા મુજબ, ગ્રાહકને એવું લાગે છે કે તેને તાંબા કે પિત્તળની મોટી ડોલ ભરીને દાળ કે શાક આપવામાં આવ્યું છે.વાસ્તવમાં આ વાસણો માત્ર બહારથી જ મોટા દેખાય છે. અંદરની તરફ ચમચી નાખતા જ ખબર પડે છે કે તેનું તળિયું ખૂબ જ ઊંચું છે, જેથી અંદર ખોરાકની માત્રા ખૂબ જ ઓછી સમાય છે.સુંદર પ્રેઝન્ટેશન અને રોયલ લુકના નામે ગ્રાહકો પાસેથી ભારે કિંમત વસૂલવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પીરસવામાં આવતી ક્વોન્ટિટી ખૂબ જ મર્યાદિત હોય છે.

- Advertisement -

બહાર જમતી વખતે માત્ર આકર્ષક રોયલ વાસણો કે લુક જોઈને અંજાઈ ન જાઓ. રેસ્ટોરન્ટના મેનૂ કાર્ડમાં ખોરાકની ક્વોન્ટિટી (ગ્રામા અથવા એમએલ) ચકાસવાનો આગ્રહ રાખો.ગ્રાહક તરીકે આપણો હક છે કે આપણે જે પૈસા ચૂકવીએ છીએ તેનું પૂરતું અને યોગ્ય પ્રમાણ આપણને મળે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular