ધ્રોલના સુધાધુના ગામથી સગાડિયા ગામ તરફ જતાં માર્ગ પર મોટરસાયકલ સ્લીપ થતાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ અલીરાજપુર જિલ્લાના સિદગાંવના અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામની સીમમાં રહેતાં ભંગડાભાઇ મીચરીયાભાઇ મોહનિયા (ઉ.વ.40) નામના યુવાન ગત્ તા. 20ના પોતાનું એમપી 69 એમઇ 8866 નંબરનું મોટર સાયકલ લઇ સુધાધુના ગામથી મજોઠ ગામ પોતાની વાડીએ જઇ રહ્યાં હતાં. આ દરમ્યાન સુધાધુના ગામથી સગાડિયા ગામ વચ્ચે પહોંચતા આ રોડ સિંગલ પટ્ટી રોડ હોય તેમનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. તેના પરિણામે તેઓ રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે મૃતકના પત્ની કમલીબેન દ્વારા પોલીસને જાણ કરાતા ધ્રોલ હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


