ભાવનગરમાં રોયલ સ્ટેગનો નકલી દારૂ વેચવાના રેકેટમાં આઠ લોકોના મોત નીપજયા હતા અને 31 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પ્રકરણમાં પોલીસે ત્રણ રાજ્યોમાં તપાસ આરંભી 13 આરોપીઓની ધરપક કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ લઠ્ઠાકાંડમાં પીઆઇ સહિતના 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂની બદ્દી ડામવા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વર્ષોથી ગુજરાતમાં ઠેકઠેકાણે દેશી તથા વિદેશી દારૂના હાટડાઓ ચાલતા હોય છે. પરંતુ આ હાટડાઓ કોની રહેમરાહે વર્ષોથી ચાલી રહ્યાં છે? ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા દેશી તથા અંગ્રેજી દારૂના સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન એલસીબીના ઘનશ્યામભાઇ ડેરવાડિયા, અરજણભાઇ કોડિયાત્તર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમારને મળેલી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી ચેલા ગામથી આગળ ઐશ્વર્યા ફાર્મ પાસેના રોડ ઉપરથી પસાર થતી જીજે19 એક્સ 5554 નંબરના ટેમ્પોને આંતરી લીધો હતો.
એલસીબીની ટીમે ટેમ્પોની તલાશી લેતાં સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી રૂપિયા 2,06,500ની કિંમતના 2065 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા આઠ લાખની કિંમતના ટેમ્પો સાથે વિજયસિંહ બહાદૂરસિંહ જાડેજા (ઉ.વ.44, રહે. દરેડ) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો સેલવાસ નરોલી વિસ્તારના અમિત દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે તપાસ આદરી હતી.
View this post on Instagram
બીજો દરોડો જામનગર પોલીસ દ્વારા દારૂની બદ્દી ડામવા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એલસીબી, એસઓજી પીઆઇ વી. બી. ચૌધરી, સિટી ‘સી’ પીઆઇ એચ. વી. રાઠોડ તથા પીએસઆઇ એમ. વી. ભાટિયા, એલ. એમ. ઝેર તથા એલસબી, એસઓજી, સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત પોલીસે રૂા. 28,400ની કિંમતનો 142 લીટર દેશી દારૂ કબ્જે કરી રૂા. 35 હજારની કિંમતનો 600 લીટર દારૂ બનાવવાનો આથો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ડ્રાઇવ અંતર્ગત પોલીસે 45 વાહનો તપાસ્યા હતા.


