શ્રાવણ માસની પવિત્ર શરુઆત સાથે જ દેશભરમાં કાવડ યાત્રાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક દંપતીએ પોતાની સાદી મોટરસાઇકલને ભગવાન શિવજીના વાહન ‘નંદી’ જેવા આકાર અને શણગારમાં રૂપાંતરિત કરી દીધી છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગની મોટરસાઇકલને આબેહૂબ નંદીજી જેવો લુક આપવામાં આવ્યો છે. દૂરથી જોતાં એવું જ લાગે જાણે આ દંપતી મોટરસાઇકલ પર નહીં, પણ સાક્ષાત નંદીજી પર સવાર થઈને જઈ રહ્યું હોય! બંનેએ કાવડિયાઓ જેવા ભગવા કપડાં પહેરેલા છે અને તેઓ નદીએથી પવિત્ર જળ ભરીને પરત ફરી રહ્યા છે. ભક્તિ અને અનોખી કલ્પનાશક્તિનું આ મિશ્રણ ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @iamvikasbaliyan દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં કેપ્શન આપ્યું છે: “રસ્તા પર તેમને જોઈને એવું લાગે છે કે જાણે આ કપલ નંદી પર પાણી લઈને પાછું ફરી રહ્યું છે.” આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ અનોખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે:કેટલાક લોકો આ દંપતીની શિવભક્તિ અને ક્રિએટિવિટીના ખૂબ વખાણ કરી રહ્યા છે.તો કેટલાક યુઝર્સે રમુજી અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


