જામનગર સિટી ‘સી’ ડિવિઝનના આરોપીને ફોટા, ફિંગરપ્રિન્ટ કરાવવા માટે લઇ ગયા બાદ પરત લઇ જતી વખતે રસ્તામાં આરોપી ચાલુ ગાડીમાંથી ઉતરી એક શખ્સની બાઇકમાં બેસી નાશી ગયો હતો. પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આરોપી મીત ઉર્ફે મિતેશ ઉર્ફે મિતલો સુનિલ બારિયા નામના શખ્સને જામનગર જિલ્લા એમઓબી ખાતે ફોટા, ફિંગરપ્રિન્ટ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી પરત સિટી ‘સી’ ડિવિઝન ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બપોરના સમયે આરોપી ફરિયાદી હોમગાર્ડઝ જવાન કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદીની મોટરસાયકલ પાછળ બેઠો હોય ગુરૂદ્વારા ચોકડીએથી સાત રસ્તા, એમ. પી. શાહ કોલેજના ખૂણે, બેટરીની દુકાન પાસે પહોંચતા બે-ત્રણ વાહન વચ્ચે આવતા ફરિયાદીએ ગાડી ધીમી કરી હતી. જેનો લાભ લઇ આરોપી મિત ચાલુ ગાડીમાંથી ઉતરી પાછળથી આવતા પ્રકાશ ઉર્ફે પકો નામના શખ્સની મોટર સાયકલમાં બેસી નાસી ગયો હતો.
View this post on Instagram
આરોપીઓ દ્વારા પ્રિ-પ્લાનિંગ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે હોમગાર્ડઝ જવાન કિરણકુમાર દ્વારા મીત ઉર્ફે મિતેશ ઉર્ફે મિતલો સુનિલ બારિયા તથા પ્રકાશ ઉર્ફે પકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ નાસી ગયેલા આરોપી અંગેની એલસીબીના સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, સિટી સી ડિવિઝનના યશપાલસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે મીતેશ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનિલ બારિયા (ઉ.વ.19, રહે. વુલનમીલ ખેતીવાડી) નામના આરોપીને દબોચી લઇ સિટી સી ડિવિઝનને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.
મીતેશ ઉર્ફે મિત વિરૂદ્ધ સિટી બી ડિવિઝનમાં બે તથા સીટી સી ડિવિઝનમ)ં બે આમ ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.


