જામનગર શહેરના વોર્ડ નં. 1ના બેડી તથા બેડેશ્ર્વર વિભાગના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોટા ફોલ્ટના કારણે વારંવાર વીજળી ટ્રિપ થતી હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવતા પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફોલ્ટ શોધી તેને દૂર કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. PGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો વહેલી તકે પુન:સ્થાપિત થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram
પટેલ કોલોની તથા બેડેશ્વર વિભાગની PGVCL ટીમ દ્વારા રાત્રિના સમયે પણ સતત જહેમત ઉઠાવી ફોલ્ટ શોધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંતે રાત્રે આશરે 3:30 વાગ્યે વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો.


