લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં રહેતાં પરપ્રાંતિય યુવકે તેના રૂમમાં કપડાં વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના બનિયા છાપર ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલી એલસી-8 કોલોનીમાં આવેલ મોડેલ નંબર 2, બ્લોક નંબર 55/3માં રહેતાં ઋતિકકુમાર સુભાષ મંડલ (ઉ.વ.21) નામના યુવકે સોમવારે સવારના સમયે ટ્રાન્ઝિટ કેમ્પની બાજુમાં ખાલી પડેલા રૂમમાં લોખંડના એંગલમાં કપડાં વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની રાજકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


